Post by Sharman Zaveri

Filmmaker | Voice Artist

શું આપણે ગુજરાતી સિનેમાને ફક્ત ફિલ્મોની સંખ્યા માટે યાદ રાખીશું કે તેની વાર્તાઓ માટે? તાજેતરમાં મેં કડકનાથ જોઈ. આ કોઈ Traditional ફિલ્મ Review નથી. હું પોતાને Film Critic માનતો નથી. એક સામાન્ય Audience તરીકે ફિલ્મે મને શું આપ્યું, શું વિચારવા મજબૂર કર્યો અને ગુજરાતી સિનેમા માટે તે શું સૂચવે છે—એ મારા દૃષ્ટિકોણથી શેર કર્યું છે. મને સૌથી વધુ ગમેલી વાત એ હતી કે આ ફિલ્મ જાણીતા રસ્તા છોડીને કંઈક અલગ વિષય પર કામ કરવાની હિંમત કરે છે. હા, ફિલ્મમાં કેટલીક ખામીઓ પણ છે. પરંતુ દરેક ફિલ્મનું મૂલ્યાંકન ફક્ત તેની ખામીઓથી થવું જોઈએ એવું મને લાગતું નથી. ક્યારેક નવા વિષય પર કામ કરવાની હિંમત પણ એટલી જ મહત્વની હોય છે. જો આપણે ગુજરાતી સિનેમાને લાંબા ગાળે વધુ મજબૂત બનતું જોવું હોય, તો એવા પ્રયત્નોને પણ પ્રોત્સાહન આપવું પડશે જે નવી વાર્તાઓ કહેવાનો પ્રયાસ કરે છે. મારો વિગતવાર Video Review હવે ઉપલબ્ધ છે. તમને કડકનાથ કેવી લાગી? તમારી નિખાલસ અભિપ્રાય Commentsમાં જરૂર જણાવશો. — Sharman Zaveri Triknowledgy Meediaa, Ahmedabad

Post content

Video Content