Post by Ramesh Samatiya
Founder & CEO - Triovate PVT LTD - Digital Marketing & Web Development Partner Helping Businesses Grow Across USA, UK, UAE, Canada & Australia
दाने-दाने पर लिखा है खाने वाले का नाम! કહેવાય છે ને કે જે નસીબમાં છે એ ક્યાંય જવાનું નથી, અને તેના સાચા સમયે તમે ત્યાં પહોંચી જ જશો. આ પોસ્ટ એટલે કરી રહ્યો છું કારણ કે આટલા મોટા શહેરમાં હજારો લોકો જોબ શોધી રહ્યા હશે, પણ જેના નસીબમાં જે લખ્યું હશે તેને એ જોબ મળી જ જશે. છેલ્લા ૧ મહિનાથી હું વિડિયો એડિટરની પ્રોફાઇલ માટે એક સારા કેન્ડિડેટની શોધમાં હતો. અમારી પાસે ઓલરેડી ૪ એડિટર્સ હતા, એટલે વિચાર્યું કે કોઈ જુનિયર પ્રોફાઇલને હાયર કરી લઉં જેથી બજેટ પણ સચવાઈ જાય અને બેકઅપ પણ મળી રહે. બન્યું એવું કે ૨૫૦ જેટલા રિઝ્યુમેમાંથી મેં એક ગર્લને શોર્ટલિસ્ટ કરી. તે મારા બજેટમાં પણ હતી અને મને એવું પોટેન્શિયલ પણ લાગ્યું કે તે મારી કંપનીમાં જલ્દી સેટ થઈ જશે. બધું જ ફાઇનલ થઈ ગયું અને તે ઓફિસ મીટિંગ માટે પણ આવી. મને એમ કે તે આવતીકાલથી જોઈન કરી લેશે, પણ એણે કહ્યું, "મને Work From Home (WFH) આપો તો જ મારાથી કામ થઈ શકે એમ છે." અત્યારે અમારે ત્યાં WFH આપવાનો કોઈ મતલબ નહોતો, એટલે મારે એ પ્રોફાઇલ કેન્સલ કરવી પડી. એ જ સમયે અમારો એક પ્રોજેક્ટ પણ ક્લોઝ થયો એટલે મેં વિચાર્યું કે હવે નવી હાયરિંગ નથી કરવી, જે ટીમ છે એનાથી જ મેનેજ કરી લઈશું. પણ Dharmik Solanki જ્યારથી મારી એ વિડિયો એડિટરની પોસ્ટ જોઈ હતી, ત્યારથી તે રોજ મને Linkedin પર મેસેજ કરતો, "સર, જોજો ને, તમારે ત્યાં જોબ સેટ થાય તો..." થોડા દિવસ મેં જવાબ આપ્યા પણ પછી વ્યસ્તતાને લીધે મેં રિપ્લાય આપવાનું બંધ કરી દીધું. તેમ છતાં એણે પોતાનું કામ ચાલુ રાખ્યું. તે જાતે જ મારા માટે વિડિયો બનાવીને મોકલતો, થોડા ગ્રાફિક્સ સેટ કરતો અને રોજ કોઈને કોઈ નવો રેફરન્સ મોકલીને પૂછતો કે "સર, આવું કંઈક કરી શકીએ?" હું રોજ એના મેસેજ જોતો અને મનમાં વિચારતો કે જ્યારે પણ નવો પ્લાન કરીશ, ત્યારે આને એક તક જરૂર આપીશ. અને નસીબજોગ અમને USA નો એક મોટો પ્રોજેક્ટ મળ્યો! તરત જ મને ધાર્મિક યાદ આવ્યો. મેં વિચાર્યું કે ચાલ, એને જ ટ્રાયલ ટાસ્ક આપીને ચેક કરીએ અને ફાઇનલી મેં એને સિલેક્ટ કરી દીધો. જો પેલી ગર્લનું કેન્સલ ન થયું હોત, તો હું ધાર્મિકને હાયર ન કરી શક્યો હોત. અમારી કંપનીમાં એક સારા HR પ્રોફાઇલને હાયર કરવી એ છેલ્લા ૩ વર્ષથી મારું સપનું હતું. આ ૩ વર્ષમાં ઘણી વાર ઈચ્છા થઈ કે ચાલ આજે હાયરિંગ કરી લઉં, પણ ફરી વિચાર આવતો કે આ કામ તો હું પોતે જ કરી લઉં છું તો ખોટું બજેટ શું કામ બગાડવું? જાન્યુઆરી ૨૦૨૬ માં મારી Vidhi Somani સાથે Linekdin પર જોબ બાબતે વાત થઈ હતી, પણ ત્યારે પણ મેં હાયરિંગ કરવાનું કેન્સલ રાખ્યું. પરંતુ, વિધિને જ્યારે પણ સમય મળતો ત્યારે તે મને રિમાઇન્ડર મોકલતી કે "સર, તમારે ત્યાં કોઈ ઓપનિંગ છે?" અને જ્યારે જુલાઈ ૨૦૨૬ માં મેં ફાઇનલી HR પ્રોફાઇલ રાખવાનું નક્કી કર્યું, ત્યારે મને સૌથી પહેલાં વિધિ જ યાદ આવી કે એના કેટલા સમયથી મેસેજ આવે છે, ચાલ એને જ પૂછી લઉં કે એનો શું પ્લાન છે. અને ભગવાનની દયાથી તે પણ એક સારી જોબની શોધમાં જ હતી! 💼 જો તમે પણ એક સારી જોબ શોધી રહ્યા છો... તો મને આજે જ LinkedIn પર ફોલો કરો, કનેક્શન રિક્વેસ્ટ મોકલો અને DM (ડાયરેક્ટ મેસેજ) પણ કરી દેજો. કારણ કે હું જ્યારે પણ કોઈ પ્રોફાઇલ સર્ચ કરું છું, ત્યારે સૌથી પહેલાં મારી LinkedIn Chat ચેક કરું છું કે ભૂતકાળમાં કોની કોની સાથે વાત થઈ હતી. બની શકે કે તમે પણ ખૂબ જ ઝડપથી Triovate ફેમિલીના મેમ્બર બની જાઓ! એ જ સાચું છે કે નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ મળ્યું નથી અને મળવાનું નથી. બસ આપણે આપણું કર્મ કરતા રહેવાનું, બાકી બધું દ્વારકાધીશ પર મૂકી દેવાનું. 🙏