Post by Kartik Makwana

Renewable Energy | Green Energy Consultant |

નમસ્કાર મિત્રો, 😎🙏 બ્રાયન ટ્રેસી નામના લેખક દ્વારા લખાયેલું માત્ર ૧૨૦ પાનાંનું આ પુસ્તક, દરેકના જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિ, નકારાત્મક વિચાર, નિષ્ફળતા વખતે કઈ રિતે સામનો કરવો તેના વિશે ખુબ જીણવટથી સમજાવામાં આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇએ તો આપણી આસપાસ નકારાત્મક વાતાવરણ સર્જાઈ ગયું છે, જે માત્ર થોડા સમય પુરતુ જ છે. આપણને સૌને કોરોના નો ભય, કોઈને નોકરી અથવા ધંધો રોજગાર છૂટી ગયા છે, યુવાનો ને પોતાના ભવિષ્યની ચિંતા સતાવે છે, વળી લોકો દ્વારા આધુનિક પ્રસારણ માધ્યમો પર ફેલાવામાં આવતી વિચાર્યા વગરની વાતો, સંદેશાઓ અને અફવાઓ દ્વારા નકારાત્મક વાતાવરણમાં વધારો કરે છે, જેથી તન, મન અને ધનથી સ્વસ્થ વ્યક્તિ પણ તેની ઝપેટમાં આવી ગઈ છે અને માનસિક તણાવ અનુભવે છે. જીવનમાં એક વાર દરેક વ્યક્તિએ વાંચવા યોગ્ય પુસ્તક જેમાં નીચે મુજબના બિંદુઓ આવરી લેવામાં આવ્યા છે. > તમારા વિશેની હકીકતો જાણવી.🧐 > સંજોગોનો સામનો કરો.👊 > નકારાત્મક વિચારોને વિદાય આપો.👋 > વિચારસરણી બદલી નાખો.🙃😇 > આત્મવિશ્વાસ સાથે આગળ વધો.😎🤩🥳 > હંમેશા સારા પરિણામની આશા રાખો.😀 > સૌને ક્ષમા આપો, સૌની ક્ષમા માંગો.🤗👏🙌 > નકારાત્મક વ્યક્તિ, વસ્તુ, વિચારથી દૂર રહેવું.🏃‍♂️🏃.....🧛‍♂️🧛🧟‍♀️ આપ સૌનો દિવસ શુભરહે....🙏🙏🙏 #Gujarati #Negative to #Positive #Nakaratmak #Vichar #Self #development

Post content