Post by babubhai somabhai
--
વડાલી શહેરમાં ભારતના સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરતા જય ભીમના નારા સાથે સમગ્ર વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું. બાબાસાહેબના વિચારો, સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોને જનજન સુધી પહોંચાડવા આ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર: નરેન્દ્રસિંહ રાઠોડ Hashtags #Vadali #BhimJayanti #DrAmbedkar #JayBhim #AmbedkarJayanti #GujaratiNews #VadaliNews #BreakingNews #NarendraSinhRathod #NewsUpdate #GujaratNews #DalitPride